વોશિંગ્ટન: અમેરિકા (America) ના મિયામી શહેરના ડોક્ટર ગ્રેગરી માઈકલ (Gregory Michael) ના મોત પાછળ તેમના પત્નીએ કોરોના રસી (Corona Vaccine) ફાઈઝર (Pfizer) ને જવાબદાર ઠેરવી છે. અત્રે જણાવવાનું કે ડોક્ટર માઈકલે 18 ડિસેમ્બરના રોજ ફાઈઝરની રસી મૂકાવી હતી અને રસી મૂકાવ્યાના 16 દિવસ બાદ તેમનું મૃત્યુ થઈ ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસી મૂકાવી તે પહેલા હતા સંપૂર્ણ સ્વસ્થ
ડોક્ટર ગ્રેગરી માઈકલના પત્ની હેઈદી નેકેલમાન(Heidi Neckelmann) એ દાવો કર્યો છે કે રસી મૂકાવતા પહેલા તેમના પતિ સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા અને એક્ટિવ હતા. તેમણે કહ્યું કે રસી મૂકાવી તે અગાઉ તેમને કોઈ બીમારી પણ નહતી. પરંતુ રસીકરણ બાદ લોહીમાં રહસ્યમય ગડબડી આવી ગઈ. 


'મોતનો સીધો સંબધ ફાઈઝરની રસી સાથે'
ડેઈલી મેઈલ સાથે વાત કરતા હેઈદી નેકેલમાન(Heidi Neckelmann) એ કહ્યું કે 'મારા પતિના મોતનો સીધો સંબંધ ફાઈઝરની રસી સાથે છે. કારણ કે તેને લગાવતા પહેલા તેમની દરેક પ્રકારની તપાસ કરવામાં આવી હતી અને તેમને કોઈ બીમારી નહતી.' નેકેલમાને  વધુમાં કહ્યું કે 'ડોક્ટરોએ કેન્સરની પણ તપાસ કરી હતી અને તેમની અંદર કશું ખોટું જોવા મળ્યું નહતું.' તેમણે કહ્યું કે ડોક્ટર ગ્રેગરી રેગ્યુલર એક્સસાઈઝ કરતા હતા અને સિગરેટ પણ પીતા નહતા. આ ઉપરાંત તેઓ ક્યારેક દારૂ પીતા હતા. 


આ શક્તિશાળી દેશે કાશ્મીર મુદ્દે આપ્યું એવું નિવેદન.... ચીન-પાકિસ્તાનના હોશ ઉડી જશે


ફાઈઝરે ડોક્ટર ગ્રેગરીના મોત પર કરી સ્પષ્ટતા
ડોક્ટર ગ્રેગરી માઈકલના મોત બાદ ફાઈઝરે સ્પષ્ટતા કરી છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે અમને ડોક્ટર ગ્રેગરીના મોતની જાણકારી છે અને તેની તપાસ કરી રહ્યા છીએ. હાલ અમે નથી માનતા કે ડોક્ટર ગ્રેગરીના મોત સાથે ફાઈઝર રસીને કોઈ સીધો સંબંધ છે. 


રસી લગાવ્યાના 3 દિવસ બાદ જોવા મળ્યું હતું રિએક્શન
ડોક્ટર ગ્રેગરીના પત્નીએ જણાવ્યું કે રસી લગાવ્યા બાદ તરત કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી નહતી. પરંતુ 3 દિવસ બાદ તેમના  હાથ અને પગ પર લાલ ચકામા જોવા મળ્યા હતા. ત્યારબાદ જ્યારે તેમણે માઉન્ટ સિનાઈ મેડિકલ સેન્ટરમાં પોતાની તપાસ કરાવી તો ખબર પડી કે તેમની પ્લેટલેટ્સ ખુબ ડાઉન થઈ ગઈ છે અને તે ઝીરો સુધી પહોંચી ગઈ હતી. જ્યારે સામાન્ય રીતે પ્લેટલેટ્સ કાઉન્ટ 150000 થી 450000 વચ્ચે રહે છે. 


Corona Vaccine: ઇંજેક્શનથી મળશે મુક્તિ, શરૂ થઇ રહ્યો છે નેઝલ સ્પ્રેનો ટ્રાયલ


લાખ કોશિશ છતાં ન વધી પ્લેટલેટ્સ
હેઈદી નેકેલમાને જણાવ્યું કે પ્લેટલેટ્સને બાદ  કરતા લોહીની તમામ તપાસ નોર્મલ હતી અને ત્યારબાદ ડોક્ટરોને લાગ્યું કે આ ભૂલથી થયું છે. આથી ફરીથી તપાસ કરવામાં આવી તો 1 પ્લેટલેટ જોવા મળી. ત્યારબાદ તેમને આઈસીયૂમાં દાખલ કરાયા અને ડોક્ટરોની ટીમ પ્લેટલેટ કાઉન્ટ વધારવા માટે 2 સપ્તાહ સુધી કોશિશ કરતી રહી. પરંતુ કોઈ ફાયદો થયો નહી. સતત પ્લેટલેટની કમીના કારણે તેમના hemorrhagic stroke થયો અને પછી તો ગણતરીની મિનિટોમાં તેમનું મોત થઈ ગયું. 


લોકોને દુષ્પ્રભાવની હોવી જોઈએ જાણકારી
ડોક્ટર ગ્રેગરીના પત્નીએ કહ્યું કે, મારા પતિ રસીના સમર્થક હતા, આથી તેમણે પોતે જ મૂકાવી હતી. મારું માનવું હતું કે લોકોને ખબર હોવી જોઈએ કે રસીના દુષ્પ્રભાવ પણ હોઈ શકે છે. અને તે દરેક વ્યક્તિ માટે સારી નથી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube